મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા દર વર્ષે યોજાતા તેજસ્વિતા અભિવાદન સમારોહ માટે ધોરણ ૧ થી લઈ અનુસ્નાતક કક્ષાના બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓને માર્કશીટની નકલ મોકલવા અપીલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ જરૂરી વિગતો સાથે તા.૧૫ જૂન ૨૦૨૬ સુધીમાં નિર્ધારિત સ્થળોએ માર્કશીટ પહોંચાડવાની રહેશે.
સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા પ્રતિવર્ષ યોજાતા તેજસ્વિતા અભિવાદન સમારોહની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ અંગે સંસ્થાના પ્રમુખ આર.કે. ભટ્ટ, મહામંત્રી નિરજભાઈ ભટ્ટ તથા જયેશભાઈ દવે દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં મોરબીમાં વસવાટ કરતા બ્રહ્મસમાજના વિદ્યાર્થી ભાઈ-બહેનોને પોતાની માર્કશીટની નકલ પહોંચાડવા અપીલ કરવામાં આવી છે. ધોરણ ૧ થી લઈને કોલેજ તથા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ માર્કશીટની નકલ પાછળ પોતાનું નામ, સરનામું અને મોબાઇલ નંબર લખીને તા.૧૫/૦૬ સુધીમાં નિર્ધારિત કેન્દ્રો પર જમા કરાવવાની રહેશે. માર્કશીટ જમા કરાવવા માટે પરશુરામ ધામ ખાતે ભુપતભાઈ પંડ્યા, સનાળા રોડ ઉપર ડો. લહેરુ સાહેબનું દવાખાનું, વાઘપરા ખાતે ડો. બળવંતભાઈ પંડ્યાનું દવાખાનું, મોરબી-૨ ખાતે ડો. આશિષભાઈ ત્રિવેદીનું દવાખાનું તથા ભારતી વિદ્યાલય જેવા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.






