Monday, May 18, 2026
HomeGujaratશ્રમ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયાનો મહત્વપૂર્ણ નિર્ણય:મોરબી ITIમાં મહિલાઓ માટે નવા...

શ્રમ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયાનો મહત્વપૂર્ણ નિર્ણય:મોરબી ITIમાં મહિલાઓ માટે નવા અત્યાધુનિક કોર્સ અને 100 બેડની હોસ્ટેલ બનાવાશે

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયા એ મોરબી ITIની મુલાકાત દરમિયાન મહિલાઓ માટે નવા અત્યાધુનિક કોર્સ શરૂ કરવાની તેમજ 100 બેડની નવી હોસ્ટેલ બનાવવાની જાહેરાત કરી હતી. મંત્રીએ તાલીમાર્થીઓ સાથે સંવાદ સાધી રોજગારીલક્ષી કૌશલ્ય વિકાસ પર ભાર મૂક્યો હતો.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ગત રોજ મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી તેમજ મહિલા સશક્તિકરણ અને ભૌતિક સુવિધાઓના વિકાસ માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. મંત્રીએ સંસ્થાના પ્રિન્સિપલ માયાબેન પટેલ સાથે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, આગામી શૈક્ષણિક વર્ષથી મોરબી ITI ખાતે મહિલાઓ માટે અત્યાધુનિક તાલીમ વર્ગો શરૂ કરવામાં આવશે. વધુમાં વધુ મહિલાઓ કૌશલ્યવર્ધક તાલીમ મેળવી આત્મનિર્ભર બને તે માટે જરૂરી પ્રચાર-પ્રસાર કરવા પણ તેમણે સૂચનાઓ આપી હતી. તાલીમાર્થીઓની સુવિધામાં વધારો કરવા માટે સંસ્થાના કેમ્પસમાં ટૂંક સમયમાં 100 બેડની આધુનિક હોસ્ટેલ બિલ્ડીંગનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. સાથે જ હાલની બિલ્ડીંગના નવીનીકરણ માટે પણ જરૂરી ફંડ મંજૂર કરવામાં આવ્યું હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. સંબંધિત અધિકારીઓને કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ વિવિધ ટ્રેડ, વર્કશોપ અને ક્લાસરૂમની મુલાકાત લઈ તાલીમાર્થીઓ સાથે હળવાશભર્યા વાતાવરણમાં સંવાદ કર્યો હતો. તેમણે યુવાનોને રોજગારીની નવી તકો અને કૌશલ્ય વિકાસના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. સ્ટાફ સાથે યોજાયેલી બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે ,મોરબીના સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ યુવાનોને કૌશલ્યવાન બનાવવું આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. આ મુલાકાત બદલ સંસ્થાના પ્રિન્સિપલ, સ્ટાફ પરિવાર તેમજ ઉપસ્થિત અગ્રણીઓ અને રોજગાર વિભાગના અધિકારીઓએ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!