Tuesday, May 19, 2026
HomeGujaratમોરબીના બે સ્થળેથી વિદેશી દારૂની કુલ ૧૩ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા

મોરબીના બે સ્થળેથી વિદેશી દારૂની કુલ ૧૩ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા

મોરબી શહેર અને તાલુકાના બે અલગ અલગ સ્થળોએ પોલીસના દરોડામાં વિદેશી દારૂની કુલ ૧૩ બોટલ સાથે બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. બી ડિવિઝન અને તાલુકા પોલીસે અલગ અલગ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, મોરબી બી ડિવિઝન પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સામાકાંઠા વિસ્તારમાં સો ઓરડી વરીયાનગરથી આરોપી સંદિપભાઈ બેચરભાઈ ચાઉ ઉવ.૩૨ રહે. સો ઓરડી વરીયાનગર શેરી નં.૮ વાળાને વિદેશી દારૂના ૬ નંગ ચપલા કિ.રૂ.૫૪૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે નીચી માંડલ ગામ નજીક ઇટાલસ વિટ્રિફાઇડ કારખાના પાસે દરોડો પાડી પ્રકાશભાઈ રમેશભાઈ સોલંકી ઉવ.૨૩ રહે. ઉંચી માંડલ તા.જી.મોરબી વાળાને વિદેશી દારૂ બ્લેન્ડર પ્રાઇડ વ્હિસ્કીની ૭ નંગ બોટલ કિ.રૂ.૬,૯૨૩/-સાથે ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!