વાંકાનેરમાં ટાઉન હોલ ખાતે પાર્ક કરેલ સ્પ્લેન્ડર મોટર સાયકલની ચોરી થયા અંગે અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા, વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા વાહન ચોર આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના રાજાવડલા ગામના કાળુભાઇ મેરુભાઈ દેત્રોજાના નામે સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-બીઆર-૩૬૪૧ હોય જે મોટર સાયકલ ગત તા.૦૮/૦૫ના રોજ ફરિયાદી કાળુભાઈનો દીકરો રાજેશ લઈને ગયો હતો, ત્યારે રાજેશને રાજકોટ જવું હોય જેથી ઉપરોક્ત સ્પ્લેન્ડર પ્લસ વાંકાનેર ટાઉન હોલ ખાતે પાર્ક કર્યું હતું, જે બાદ રાજકોટથી પરત આવી જે સ્થળે બાઇક પાર્ક કર્યું હતું ત્યાં જોવા મળ્યું ન હતું. જેથી બાઇક અંગે આજુબાજુમાં તપાસ કરવા છતાં મળી આવેલ ન હોય જેથી પ્રથમ ઇ-એફઆઈઆર બાદ રૂબરૂ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા, પોલીસે અજાણ્યા વાહન ચોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






