Thursday, May 28, 2026
HomeGujaratમોરબી અને વાંકાનેરમાં વિદેશી દારૂના ત્રણ અલગ દરોડામાં ૨૪ બોટલ સાથે ત્રણ...

મોરબી અને વાંકાનેરમાં વિદેશી દારૂના ત્રણ અલગ દરોડામાં ૨૪ બોટલ સાથે ત્રણ ઈસમો પકડાયા

મોરબી સીટી એ ડીવીઝન અને વાંકાનેર પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા ત્રણ દરોડામાં કુલ ૨૪ બોટલ વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. હાલ પોલીસે અલગ અલગ પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રથમ દરોડામાં, શનાળા રોડ મોમ્સ હોટેલ પાછળના રસ્તા પર સતવારા સમાજ વાડી પાસે આરોપી વિકીભાઇ નારણભાઇ નાટડા ઉવ.૨૪ હાલ રહે. શકત શનાળા મુરલીધર હોટલ પાછળ મોરબી મૂળ રહે. કુંતાસી તા.માળીયા(મી) વાળાને વિદેશી દારૂની ૮ પીએમ. વ્હિસ્કીની ૧૮૦ એમએલ.ની ૧૦ બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે બીજા દરોડામાં, મોરબી લીલાપર રોડ હોથીપીરની દરગાહ પાસે આરોપી પ્રવિણ ભગવાનજીભાઇ નકુમ ઉવ.૨૫ રહે. બોરીયા પાટી સરકારી સ્કૂલ પાસે મોરબી વાળા પાસેથી ૮ પીએમ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૧ બોટલ કિ.રૂ.૧૨૦/- સાતગે ઝડપી લેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ત્રીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસે આરોપી કરનભાઈ જગદીશભાઈ શલૈયા ઉવ.૨૫ રહે.માધાપર શેરી નં.૨૯ મોરબી વાળાએ સરતાનપર રોડ સેન્સો ચોકડી પાસે આવેલ શ્રી વેલનાથ ગેસ એજન્સી નામની પોતાની દુકાનમા વિદેશી દારૂ અંકલ ટોમ ગ્રીન એપલ ફ્લેવરડ વોડકાની ૧૮૦મીલી.ની ૧૩ બોટલ કિ.રૂ.૧,૩૦૦/-રાખીને તેનું વરચન કરતો હોય જેથી પોલીસે તેની સ્થળ ઉપરથી અટકાયત કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!