ગ્રામજનોના હિતમાં પોતાની થોડી જમીન વાપરવા માલિકે સહમતિ દર્શાવી હતી પરંતુ રોડ બનાવવાના નિયત નકશા મુજબ ન બનતા નિયત મર્યાદા કરતા વધુ ખાનગી જમીન રોડમાં દબાઈ ગઈ હોવાથી માલિક દ્વારા બાંધકામ શરૂ કરાયું હોવાનો ખુલાસો
વિરપર-લીલાપર રોડ પર અચાનક શરૂ થયેલા બાંધકામને પગલે ગઈકાલે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા અને સસ્પેન્સ જગાયું હતું. “આ રોડ ખાનગી જમીન પર ભૂલથી બની ગયો હતો કે અન્ય કોઈ ટેકનિકલ ખામી છે?” તેવા સવાલો વચ્ચે આ મામલે જમીન સ્તરે થયેલી ઊંડી તપાસ અને અંગત સૂત્રોની તપાસમાં એક ખૂબ જ સકારાત્મક અને પ્રેરણાદાયી હકીકત સામે આવી છે, જે વાહનચાલકો અને ગ્રામજનો માટે બાયપાસ બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે
ગઈકાલે મીડિયામાં અહેવાલો આવ્યા બાદ જ્યારે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે માલુમ પડ્યું કે, વિરપર ગામની અંદરથી ભારે વાહન વ્યવહાર પસાર થતો હોવાથી નગરજનો અને ખાસ કરીને શાળાએ જતા બાળકોની સુરક્ષા માટે ભારે જોખમ હતું. ઉપરાંત નાના મોટા વાહનચાલકો ને પણ તકલીફ થાય એ મતલબની ચર્ચા જાગુત નાગરિકો દ્વારા ૪ થી ૬ મહિના પહેલાં જ તંત્ર અને સ્થાનિક જાગૃત નાગરિકોએ સાથે મળીને વાહનચાલકો અને ગામજનોની સલામતી માટે એક ‘બાયપાસ રોડ’ મંજૂર કરવા જન સુખાર્થે અને સાર્વજનિક હિત માટે સ્થાનિક અગ્રણીઓએ જે તે જમીન ધારક સાથે વાટાઘાટો કરી હતી અને જમીન માલિકે પણ મોટું મન રાખીને, ગામના ભલા માટે પોતાની માલિકીની જમીનમાંથી થોડું-ઘણું ખસી જવા ઉદારતાપૂર્વક સંમતિ દર્શાવી હતી.
તપાસ દરમિયાન અમારા અંગત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, જમીન માલિકે આપેલ સહમતી (માત્ર હાથવાર જગ્યા) થી વધારે જમીન ઉપર રોડ બનાવી નાખતા આ પશ્ર્ન ઉભો થયો છે રોડનો મોટો હિસ્સો જે તે સમયે તળાવની કોર તરફ કાઢવામાં આવ્યો હતો. પરંતુ રોડ કામ દરમિયાન થયેલ ક્ષતિઓ માં સહમતી મુજબ રોડ ન બનતા જગ્યા ધારકને ઝાજુ નુકસાન પહોચ્યું હોય આખો મામલો મેદાને આવ્યો હતો. પરતું હવે વાહનચાલકો અને નગરજનોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને, હવે આ બાયપાસના વિવાદાસ્પદ કટકાનું કામ તળાવ તરફ યોગ્ય રીતે ડાયવર્ટ કરીને પૂર્ણ કરવાની કવાયત આદરી સાપ પણ ન મરે અને લાઠી પણ ન ટુટે નું આયોજન કરવામાં આવશેનુ જાણવા મળ્યું છે આ પગલાંને કારણે તળાવ કે ખાનગી માલિકી – બંનેમાંથી કોઈને પણ નુકસાન પહોંચશે નહીં અને રોડનું કામ પણ સુમેળભર્યા વાતાવરણમાં પૂર્ણ થશે.






