Saturday, May 30, 2026
HomeGujaratમોરબીના વાઘપરા-૧૦માંથી વિદેશી દારૂના ૧૬ ચપલા સાથે એક ઝડપાયો

મોરબીના વાઘપરા-૧૦માંથી વિદેશી દારૂના ૧૬ ચપલા સાથે એક ઝડપાયો

મોરબી એ ડિવિઝન પોલીસે વાઘપરા શેરી નં.૧૦માંથી એક શખ્સને વિદેશી દારૂના ૧૬ ચપલા સાથે ઝડપી પાડ્યો હતો. આ સાથે પકડાયેલ આરોપીની પૂછતાછમાં દારૂ સપ્લાય કરનાર મોબાઈલ નંબર ધારક શખ્સની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાઘપરા શેરી નં.૧૦માં શંકાસ્પદ હાલતમાં ઉભેલા ભરતભાઈ સુરેશભાઈ સોનગ્રા ઉવ.૪૦ની તલાસી લેતા તેના પાસેથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૧૮૦મીલી.ની ૧૬ નંગ બોટલ કિ.રૂ.૧,૭૪૦/-મળી આવતા તેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં પકડાયેલ આરોપીએ આ દારૂ મોબાઇલ નંબર ૯૭૨૬૯૧૦૯૭૫ ધરાવતા શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, વિદેશી દારૂ સપ્લાય કરનાર શખ્સને શોધવા તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!