મોરબી શહેર પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શનાળા રોડ ઉપર સત્યમ પાનવાળી શેરીમાં એકટીવા ચાલક પોલીસને જોઈ પોતાનું મોપેડ લઈને ભાગવા લાગેલ જેથી પોલીસે તેનો પીછો કરીને તેને પકડી લઈને તેની તલાસી લેતા, એકટીવાની ડેકીમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૮૦મીલી.ની ૮ બોટલ કિ.રૂ.૯૬૦/- મળી આવી હતી. જેથી પોલીસે આરોપી વિજયભાઈ રાજેશભાઇ માણેક રહે.અંજની એપાર્ટમેન્ટ બ્લોક નં.૪૦૪ સત્યમ પાનવાળી શેરી મોરબી વાળા પાસેથી વિદેશી દારૂનો જથ્થો અને એકટીવા મોપેડ સહિત રૂ.૫૦,૯૬૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






