Sunday, June 7, 2026
HomeGujaratચેક રિટર્ન કેસમાં વાંકાનેરના વેપારીને બે વર્ષની કેદની સજા ફટકારી દશ લાખ...

ચેક રિટર્ન કેસમાં વાંકાનેરના વેપારીને બે વર્ષની કેદની સજા ફટકારી દશ લાખ રૂપિયા વળતરપેટે ચૂકવવા મોરબી કોર્ટનો હુકમ

મોરબી: ચેક રિટર્નના કેસમાં મોરબી કોર્ટે મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો આપતાં વાંકાનેર સ્થિત અમન એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાયટર સરવદી અમીન અલીશાને બે વર્ષની કેદની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે રૂ.10.15 લાખનો દંડ ફટકારી તેમાંમાંથી રૂ.10 લાખ ફરિયાદી પક્ષને વળતર તરીકે ચૂકવવા તેમજ ચેક પરત ફર્યાની તારીખથી વાર્ષિક 9 ટકા વ્યાજ ચૂકવવાનો હુકમ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

કેસની વિગતો મુજબ, લિનક્ષ ટાઈલ્સ પ્રા. લિ.ના ડાયરેક્ટર રાજેશ ત્રિભોવનભાઈ લીખીયાએ આરોપી સરવદી અમીન અલીશા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ અમન એન્ટરપ્રાઈઝ દ્વારા ખરીદવામાં આવેલી મશીનરીના વ્યવહાર પેટે બાકી રહેલી કાયદેસરની લેણી રકમ ચૂકવવા આરોપીએ રૂ.10 લાખનો ચેક આપ્યો હતો. ચેક આપતી વખતે આરોપીએ ખાતરી આપી હતી કે ચેક સમયમર્યાદામાં રજૂ કરવામાં આવશે તો તેની રકમ ચૂકવાઈ જશે. જોકે ફરિયાદી કંપનીએ ચેક બેંકમાં રજૂ કરતાં તે રિટર્ન થયો હતો. ત્યારબાદ ફરિયાદી પક્ષના વકીલ દ્વારા આરોપીને કાયદેસરની નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ મળ્યા બાદ પણ આરોપીએ ચેકની રકમ ચૂકવી ન હોવાથી લિનક્ષ ટાઈલ્સ પ્રા. લિ. દ્વારા મોરબી કોર્ટમાં ધી નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ-138 હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ફોજદારી કેસ નં. 9273/2021 તરીકે નોંધાયેલા આ કેસની સુનાવણી મોરબીના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.વી. સંચાણીયાની કોર્ટમાં ચાલી હતી. સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓ, સાક્ષીઓ તેમજ વકીલ ચિરાગ ડી. કારીઆ દ્વારા રજૂ કરવામાં આવેલી ધારદાર દલીલો અને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે આરોપી સરવદી અમીન અલીશાને બે વર્ષની સજા ઉપરાંત રૂ.10.15 લાખનો દંડ ફટકાર્યો છે. જેમાંથી રૂ.10 લાખની રકમ ફરિયાદી પક્ષને વળતર પેટે ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત ચેક પરત ફર્યાની તારીખથી વાર્ષિક 9 ટકા વ્યાજ પણ ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષ તરફેથી વકીલ તરીકે ચિરાગ ડી. કારીઆ, રવી કે. કારીઆ, દયારામ એલ. ડાભી, અતુલ સી. ડાભી તથા મનીષ કે. ભોજાણી રોકાયેલા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!