મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં છેલ્લા ૧૨થી ૧૫ દિવસથી પીવાના પાણીનું વિતરણ બંધ રહેતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. પાણી સમસ્યાને લઈને મુકેશભાઈ ગામી દ્વારા મહાનગરપાલિકા કમિશ્નરને રજૂઆત કરી તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરવા માંગ કરાઈ છે.
મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં લાંબા સમયથી પાણી પુરવઠો ખોરવાતા સ્થાનિક રહેવાસીઓને પીવાના તેમજ દૈનિક ઉપયોગના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉનાળાની ઋતુમાં પાણીની વધતી જરૂરિયાત વચ્ચે પાણી વિતરણ બંધ રહેતા નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મામલે મુકેશભાઈ ગામીએ મહાનગરપાલિકા કમિશ્નરને રજૂઆત કરી પાણી વિતરણ શા માટે બંધ છે તેની તપાસ કરી તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરવા તેમજ ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય તે માટે યોગ્ય આયોજન કરવાની માંગ કરી છે.






