Wednesday, June 10, 2026
HomeGujaratરાજપર (કુંતાસી)માં માનસિક બીમાર ખેત શ્રમિક યુવાનનું કૂવામાં ડૂબી જતાં મોત

રાજપર (કુંતાસી)માં માનસિક બીમાર ખેત શ્રમિક યુવાનનું કૂવામાં ડૂબી જતાં મોત

મોરબી તાલુકાના રાજપર (કુંતાસી) ગામે માનસિક બીમારીથી પીડિત ૨૭ વર્ષીય યુવાન ખેતર તરફ ભાગવા જતાં કૂવામાં પડી ગયો હતો. જેથી કુવાના પાણીમાં ડૂબી જતાં તેનું મોત નિપજતાં પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના રાજપર (કુંતાસી) ગામે થારી પાટ નામે ઓળખાતી સીમમા અરવીંદભાઇ નરશીભાઇ મેંદપરાની વાડીના કૂવામાં પડી જતાં ૨૭ વર્ષીય અનીલભાઈ રમેશભાઈ કામોળનું મોત થયું હતું. મૂળ દાહોદ જીલ્લાના રહેવાસી અને હાલ રાજપર (કુંતાસી) ખાતે રહેતા મૃતક અનીલભાઈ માનસિક બીમારીથી પીડિત હોવાનું જાહેર થયું છે. પ્રાથમિક માહિતી મુજબ, તેઓ ઘરેથી ખેતર તરફ નીકળી ગયા હતા અને ઉપરોક્ત વાડીમાં આવેલા કૂવામાં પડી જતા પાણીમાં ડૂબી ગયા હતા. ત્યારે ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!