Wednesday, June 10, 2026
HomeGujaratવાંકાનેરમાં ગોકુલ નમકીનના ક્વાર્ટરમાં રહેતા ૨૦ વર્ષીય યુવકે ઝેરી દવા પી લેતા...

વાંકાનેરમાં ગોકુલ નમકીનના ક્વાર્ટરમાં રહેતા ૨૦ વર્ષીય યુવકે ઝેરી દવા પી લેતા મોત

વાંકાનેર નજીક ગોકુલ નમકીન કારખાનાના ક્વાર્ટરમાં રહેતા ઉત્તર પ્રદેશના ૨૦ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા જ્યાં યુવકનું મોત નિપજતાં વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા વિસ્તારમાં આવેલી ગોકુલ નમકીન ફેક્ટરીના ક્વાર્ટરમાં રહેતા વિકાસકુમાર સુરેશકુમાર ઉવ.૨૦ મૂળ રહે.સેરપુર તા.બીંદકી જી.ફતેહપુર ઉત્તર પ્રદેશના રહેવાસી યુવકે તા. ૮ જૂનના રોજ સવારે કારખાનાની બહાર અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી યુવકની તબિયત બગડતાં તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની ગીરીરાજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી વિકાસકુમારને મૃત જાહેર કર્યો હતો. ત્યારે બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી યુવકે ઝેરી દવા કયા કારણોસર પીધી હતી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!