ટંકારાના સો વારીયા વિસ્તારમાં ૫૦ વર્ષીય પ્રૌઢે પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ટંકારાના સો વારીયા વિસ્તારમાં ગુલાબ પેટ્રોલપંપની સામે આવેલા રહેણાંક મકાનમાં રહેતા રાજુભાઈ દિનેશભાઈ વિકાણી ઉવ.૫૦ એ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે પોલીસની તપાસમાં મૃતકના પુત્ર આકાશભાઈ રાજુભાઈ વિકાણી પાસેથી પ્રથમીમ વિગતો મેળવી ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી, મોતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.






