મોરબી ફાયર કંટ્રોલ રૂમને ૧૪ જૂનના રોજ આગના બે કોલ મળ્યા હતા. જેમાં બિલાની મશીન વિશીપરા રોડ પાસે બાવડમાં તેમજ નેક્સસ સિનેમા સામે પીજીવીસીએલ લાઈન નજીક લાગેલી આગ પર ફાયર ટીમે ઝડપથી કાબૂ મેળવી લીધો હતો. બંને બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.
મોરબી ફાયર કંટ્રોલ રૂમને ૧૪ જૂન ૨૦૨૬ના રોજ આગના બે અલગ-અલગ કોલ મળ્યા હતા. પ્રથમ બનાવ સવારે ૧૧.૦૧ વાગ્યે બિલાની મશીન વિશીપરા રોડ પાસે બાવડમાં આગ લાગ્યાનો હતો. ફાયર ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
જ્યારે બીજો બનાવ બપોરે ૧.૨૭ વાગ્યે નેક્સસ સિનેમા સામે બન્યો હતો. જેમાં પીજીવીસીએલની લાઈનનું કામ ચાલુ હોવાથી શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર આગ લાગી હતી. નેક્ષેસ સિનેમા ફાયર સિસ્ટમ લાગેલ હોવાથી તુરંત ફાયર વ્હીકલમાં પાણી ખાલી થતા ભરવા લગાડેલ તુરંત બાજુમાં જ પાણીનો સ્ત્રોત મળવાથી આગ પર ૨૯ હજાર લીટર પાણીનો મારો ચલાવી જલદી આગ પર કાબુ મેળવેલ હતો. આ તકે, નેક્ષેસ સિનેમામાં ફાયર સિસ્ટમ ફીટીંગ અને કાર્યરત હોવાથી ફાયર ટીમને મદદ કરેલ મોરબી ફાયર ટીમે નેક્ષેસ સિનેમાના માલિકનો આભાર વ્યક્ત કર્યો હતો.






