સફાઈ કર્મચારીઓની હાજરી ચકાસી, ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ અને નાળાની સફાઈ કામગીરીની સમીક્ષા.
મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે વોર્ડ નં.૧૦ ની મુલાકાત લઈ વિવિધ સ્વચ્છતા કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ખુલ્લા પ્લોટ, જીવીપી પોઈન્ટ, ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ અને નાળાની સફાઈની સમીક્ષા સાથે જાહેર સ્થળે કચરો સળગાવનાર સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે તા.૧૫જૂનના રોજ વોર્ડ નં. ૧૦ની મુલાકાત લઈ સ્વચ્છતા અને સફાઈ કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન સફાઈ કર્મચારીઓની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી. રામાપીર મંદિર નજીકના ખુલ્લા પ્લોટ અને લાયન્સનગર સોસાયટી સામે આવેલા જીવીપી પોઈન્ટની સ્વચ્છતા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ગોકુલનગર અને ઉમા-૨ વિસ્તારમાં ચાલી રહેલી ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જાહેર સ્થળોએ કચરો સળગાવતા ઇસમો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ સંગમ વોટર પાર્ક અને શક્તિમા મંદિર નજીક આવેલી નાળાની સફાઈ અને જાળવણી કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.






