Wednesday, June 17, 2026
HomeGujaratમોરબી: પીપળી પ્રા.શાળાના શિક્ષક વિરેન્દ્રભાઇ પટેલને વિદાય-સન્માન

મોરબી: પીપળી પ્રા.શાળાના શિક્ષક વિરેન્દ્રભાઇ પટેલને વિદાય-સન્માન

મોરબી તાલુકાની પીપળી પ્રાથમિક શાળાના શિક્ષક વિરેન્દ્રકુમાર જીવણલાલ પટેલની જીલ્લા ફેર બદલીથી મહેસાણા જીલ્લામાં બદલી થવાથી વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ તકે, મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેધી, ભાજપ આગેવાન જેરામબાપા, સામાજીક આગેવાન સંજયસિંહ, રામસંગજી, પ્રવિણભાઇ, પંચાયતના પૂર્વ સરપંચ છગનભાઇ, પ્રવિણસિંહ, તલાટી મંત્રી ઝાલા, શિક્ષણ જગત સાથે સંકળાયેલ સીઆરસી કો-ઓડીનેટર રાજુભાઇ ઘોડાસરા, અશ્ર્વિનભાઇ યાદવ, રવિભાઇ ધ્રાંગા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડની ગરિમા સાચા અર્થમાં સાર્થક કરનાર શિક્ષક વિરેન્દ્રભાઇને ગ્રામજનો અને શાળા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવી ભાવભરી તેમજ પ્રેમભરી વિદાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન અશ્ર્વિનભાઇ ભુવાએ કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!