Saturday, June 20, 2026
HomeGujaratABVP મોરબી દ્વારા વિર શિરોમણી મહારાણા પ્રતાપજીની જન્મજયંતિની ઉજવણી કરાઈ.

ABVP મોરબી દ્વારા વિર શિરોમણી મહારાણા પ્રતાપજીની જન્મજયંતિની ઉજવણી કરાઈ.

મોરબી-૨ ખાતે આવેલા મહારાણા પ્રતાપ સર્કલ ખાતે એબીવીપી મોરબી નગરના કાર્યકર્તાઓએ વિર શિરોમણી મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પવર્ષા, જયઘોષ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજી તેમના શૌર્ય, સ્વાભિમાન અને રાષ્ટ્રપ્રેમને યાદ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

એબીવીપી મોરબી નગર દ્વારા વિર શિરોમણી મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ નિમિત્તે મોરબી-૨ વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ સર્કલ ખાતે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યકર્તાઓએ મહારાણા પ્રતાપજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પુષ્પવર્ષા સાથે જયઘોષ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓએ મહારાણા પ્રતાપજીના જીવનમૂલ્યોને યાદ કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!