Sunday, December 22, 2024
HomeGujaratવાંકાનેર : કારચાલકે બાઈકને હડફેટે લેતાં બાઈકચાલકનું મોત, ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : કારચાલકે બાઈકને હડફેટે લેતાં બાઈકચાલકનું મોત, ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દેવરાજભાઈ હરજીભાઈ વાટુકીયા (ઉ.વ.૪૫, રહે. સરધારકા તા. વાંકાનેર જી. મોરબી) વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૨૮ માર્ચને રવિવારે રાત્રીના આશરે નવ કલાકે તેમનાં ભાઈ નવઘણભાઈ પોતાના મોટરસાયકલ નં. જીજે-૩૬-એમ-૧૭૪૦ પર વાંકાનેર તાલુકાના સરધારકા ગામથી ગાંગીયાવદર તરફ જતા માર્ગ પર તલાવડી પાસેથી પસાર થઈ રહ્યાં દરમ્યાન મારુતિ ફ્રન્ટી ૮૦૦ કાર નં. જીજે-૦૧-એચએન-૬૪૪૮ નાં ચાલકે નવઘણ હરજીભાઈ વાટુકિયાને હડફેટે લેતા ઇજાગ્રસ્ત થયેલા નવઘણભાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે કારચાલક અકસ્માત સર્જી નાસી છૂટયો હતો. વાંકાનેર તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી કારનાં નંબરનાં આધારે નાસી છૂટેલા કારચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનાં સબ ઇન્સ્પેક્ટર કે.એચ. રાવલ ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!