ધોરણ-૫થી કોલેજ કક્ષા સુધી વધુ માર્ક્સ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું થશે સન્માન, માર્કશીટ જમા કરાવવાની છેલ્લી તારીખ ૧૧ જુલાઈ.
મોરબી જીલ્લામાં વસતા રાજપૂત(ક્ષત્રિય) સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે આગામી ૨૬ જુલાઈના રોજ ‘વિદ્યાર્થી સરસ્વતી સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ-૫થી કોલેજ કક્ષા સુધી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં સર્વોચ્ચ ગુણ મેળવી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવશે.
મોરબી જીલ્લામાં વસતા રાજપૂત (ક્ષત્રિય) સમાજના વિદ્યાર્થીઓ માટે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ‘વિદ્યાર્થી સરસ્વતી સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૨૬ જુલાઈના રોજ યોજાનારા આ સમારોહમાં ધોરણ-૫થી લઈને કોલેજ કક્ષા સુધી અભ્યાસ કરતા અને પોતાના વર્ગમાં પ્રથમ ક્રમાંક મેળવનારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવશે. સન્માન સમારોહમાં ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના બાળકની માર્કશીટની ઝેરોક્સ નકલ તથા જરૂરી વિગતો સાથે ૧૧ જુલાઈ સુધીમાં નિયત સંપર્ક કેન્દ્રો પર રૂબરૂ જમા કરાવવાની રહેશે. માર્કશીટ વોટ્સએપ અથવા અન્ય ઓનલાઈન માધ્યમથી સ્વીકારવામાં આવશે નહીં. તમામ વાલીઓએ રૂબરૂ જ માર્કશીટની નકલ જમા કરાવવાની રહેશે.
માર્કશીટ પહોંચતી કરવા માટેના સ્થળોની યાદી: હરદેવસિંહ જાડેજા (એડવોકેટ)-મો. 98251 95961 ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી-2, મહાવીરસિંહ જાડેજા (એડવોકેટ)-મો. 92760 99999 તલાશ એન્ટરપ્રાઈઝ કડિયા બોર્ડિંગ પાસે મોરબી-2, મહાવીરસિંહ જગતસિંહ જાડેજા-મો. 98250 20249 શક્તિ કોર્પોરેશન બોયઝ હાઈસ્કૂલ પાસે વસંત પ્લોટ મોરબી-1, જશવંતસિંહ ઝાલા સાહેબ- મો. 90336 00303, સોમૈયા સોસાયટી વાવડી રોડ મોરબી-1, રાજભા સોઢા- મો. 98256 73936 ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી-1.






