માળીયા(મી) તાલુકાના એક ગામમાં રહેતી ૧૬ વર્ષીય સગીરા ઘરેથી ગુમ થતાં તેના પિતાએ સગીરા સાથે પ્રેમ સંબંધમાં રહેલ યુવક સામે લગ્નની લાલચે ભગાડી જવાનો આક્ષેપ કરી પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સાથે માળીયા(મી) પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરા અને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
માળીયા(મી) તાલુકાના ગ્રામ્યમાં રહેતી ૧૬ વર્ષીય સગીરા ગત તા.૧૯ જૂનની વહેલી સવારે ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોની તપાસ દરમિયાન સગીરા સાથે કારખાનામાં કામ કરતા નરેશભાઈ ડુંગરાભાઈ ઠાકોર રહે.અસાસણ ગામ તા.લાખણી જી.બનાસકાંઠા સાથે પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું હતું. સગીરાના પિતાએ યુવક સામે પોતાની સગીર વયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ જવાનો આક્ષેપ કરી માળીયા(મી) પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૩૭(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






