મિતાણા ગામના ૨૬ વર્ષીય યુવકનું શીતળા માતાના મંદિર સામે આવેલા કૂવામાં પડી જતાં પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવ મામલે ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
ટંકારા તાલુકાના મિતાણા (પ્રભુનગર) ગામના ૨૬ વર્ષીય જુગ્નુ દિનેશભાઈ ગજેરાનું મિતાણા-નેકનામ રોડ પર શીતળા માતાના મંદિર સામે આવેલા કૂવામાં પડી જતાં પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. બનાવ અંગે ટંકારા પોલીસની તપાસમાં મૃતકના પિતાના જણાવ્યા અનુસાર, મૃતક જુગ્નુભાઈ માનસિક અસ્થિર હતા.ત્યારે સમગ્ર બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોત રજીસ્ટર કરી વધુ તપાસ શરૂ કરી છે.






