Monday, June 22, 2026
HomeGujaratમોરબીના કબીર ટેકરી વિસ્તારમાં મકાનમાંથી વિદેશી દારૂની ૩૩૫ બોટલો ઝડપાઈ

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં મકાનમાંથી વિદેશી દારૂની ૩૩૫ બોટલો ઝડપાઈ

નગર દરવાજા ચોકી પોલીસે રૂ.૨.૯૯ લાખનો દારૂનો જથ્થો કબજે કર્યો, બે આરોપી ફરાર જાહેર.

- Advertisement -
- Advertisement -

મોરબીના કબીર ટેકરી વિસ્તારના મફતીયાપરમાં એક મકાનમાં દરોડો પાડી નગર દરવાજા ચોકી પોલીસે અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૩૩૫ બોટલો સહિત રૂ.૨.૯૯ લાખનો જથ્થો ઝડપી પાડ્યો છે. દરોડા દરમિયાન બંને આરોપીઓ સ્થળ ઉપર મળી આવ્યા ન હોવાથી પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ હેઠળની નગર દરવાજા ચોકીના પીએસઆઈ જે.વી. ઝાલાને મળેલી બાતમીના આધારે કબીર ટેકરી મફતીયાપરા ચાનિયા જમાતખાના નજીક આવેલા સાહિલ ચાનીયાના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપી સાહિલ સીદીકભાઈ ચાનીયા રહે. વાધપરા શેરી નં-૧૨ મોરબી અને જયદીપસિંહ મહોબતસિંહ ઝાલા કાલીકા પ્લોટ મોરબી વાળા હાજર મળી આવ્યા ન હતા.

તપાસ દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડ અને ક્ષમતાની કુલ ૩૩૫ નંગ બોટલ કિ.રૂ.૨,૯૯,૩૫૪/-નો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. હાલ સીટી એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓને ફરાર જાહેર કરી તેમને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!