બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ યુપીના અને હાલ મોરબીના લીલાપર ગામ પાસે આવેલ તીર્થક પેપરમીલ અંદર કોલોનીમાં રહીને મજૂરીકામ કરતા સંજયભાઈ બુટાભાઈ શ્રીનીવાસ (ઉ.વ. ૩૫)એ અકબરભાઈ બદ્રીપ્રસાદ નિસાદ (ઉ.વ.૨૪) તથા તેનો ભાણેજ રજુ ફુલચંદ નિસાદ (ઉ.વ.૨૦) અને ભત્રીજો દિપક સાહેબલાલ નિસાદ (ઉ.વ.૧૯) તેમજ બીજો ભાણેજ સુનીલ રામસજીવન નિસાદ (ઉ.વ.૧૯, રહે. બધા હાલ તીર્થક પેપરમીલ અંદર કોલોનીમા, લીલાપર ગામ પાસે) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૯ ના રોજ ફરીયાદીના ભાઈઓ અંદરો અંદર બોલાચાલી કરતા હોય તે વખતે એક આરોપી હાથમાં લોખંડનો સળીયો લઈ નીકળેલ અને ફરીયાદીના ભાઈઓને કેમ સામુ જોવો છો તેમ કહી ગાળો આપી ઝગડો કરી ફરીયાદી આવી જતા તેઓ સમજાવા જતા આરોપીનું ઉપરાણુ લઈ અન્ય આરોપીઓએ આવી ફરીયાદી તથા તેના ભાઈને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી સાહેદ દીનેશને પછાડી દઈ માથામાં ઈજા કરી હતી. તેમજ આરોપીઓએ સાહેદ અસનીને વાસામાં લોખંડનો સળીયો મારી મુંઢ ઈજા કરી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.