મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરામાં રહેતા ૪૦ યુવકને વીજશોક લાગતા તેનું મોત નિપજ્યું હતું. હાલ બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના શોભેશ્વર રોડ સ્થિત મફતીયાપરા વિસ્તારમાં વિકાસ વિદ્યાલય નજીક રહેતા મનસુખભાઈ કાળુભાઈ મુરછડીયા ઉવ.૪૦નું ઇલેક્ટ્રિક શોર્ટ લાગતાં મોત થયું હતું. ત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરી હતી જેથી બી ડિવિઝન પોલીસ સ્થસલ ઉપર પહોંચી સમગ્ર બનાવ મામલે અ.મોત રજીસ્ટર કરી આગળની તજવીજ શરૂ કરી છે.






