મોરબી : મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળની ચૂંટણી પ્રક્રિયામાં સર્વાનુમતે અને બિનહરીફ વરણી થવા પામી છે. જેમાં યોગેશ પટેલની પ્રમુખ તરીકે તથા મેહુલ દલસાણિયાની મહામંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે.
જિલ્લાના તલાટી કમ મંત્રી કર્મચારીઓએ બંને આગેવાનોના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરી તેમને સંગઠનની મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. સર્વાનુમતે વરણી થતાં સંગઠનના સભ્યોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
નવનિયુક્ત પ્રમુખ યોગેશ પટેલ અને મહામંત્રી મેહુલ દલસાણિયાને વિવિધ હોદ્દેદારો, તલાટી કમ મંત્રી કર્મચારીઓ તેમજ શુભેચ્છકોએ અભિનંદન પાઠવી તેમની સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.






