Monday, June 22, 2026
HomeGujaratમોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજનો પ્રથમ સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજનો પ્રથમ સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ, મોરબી દ્વારા મોરબી જિલ્લાના રબારી સમાજના વિદ્યાર્થીઓ માટે પ્રથમ સરસ્વતી સન્માન સમારોહ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 100થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજનો પ્રથમ સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હાતો. કાર્યક્રમમાં દુધરેજ વડવાળાધામ અને દુધઈ વડવાળાધામના સંતો, ભુવાઆતા તેમજ સમાજના અગ્રણી મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સાથે જ સમાજનું ગૌરવ ગણાતા વિવિધ સરકારી અધિકારીઓ અને આગેવાનોએ હાજરી આપી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા અને ઉચ્ચ લક્ષ્યાંકો હાંસલ કરવા પ્રેરિત કર્યા હતા. સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણને સમાજના વિકાસનું સૌથી મજબૂત સાધન ગણાવી વિદ્યાર્થીઓને સતત મહેનત અને સંઘર્ષ સાથે આગળ વધવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં સમાજના આગેવાનો, સરકારી કર્મચારીઓ, યુવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમરસ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સમાજના સરકારી કર્મચારીઓ અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!