વાંકાનેર તાલુકાના ઢુંવા ગામ નજીક પોલીસે વેગેનાર કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે ૧૦૦ લીટર દેશી દારૂ અને કાર સહિત રૂ.૩.૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે ઢુંવા ગામ નજીક સનકોર ટાઇલ્સના શોરૂમ પાસે વાહન ચેકિંગ દરમિયાન જીજે-૧૩-સીઈ-૮૬૦૬ નંબરની વેગેનાર કાર રોકી તપાસ કરતાં ૨૦ બુંગીયામાં ભરેલો ૧૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જેથી વાંકાનેર તાલુકા પોલીસે તુરંત કારચાલક આરોપી સુખાભાઈ સવજીભાઈ અઘારા રહે.થાન જી.સુરેન્દ્રનગર વાળાને ઝડપી લઈ દેશી દારૂ અને કાર સહિત રૂ.૩.૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.






