Tuesday, June 23, 2026
HomeGujaratવાંકાનેરના કણકોટ ગામે વિદેશી દારૂની ૨૨૪ બોટલ સાથે એકની અટક કરતી મોરબી...

વાંકાનેરના કણકોટ ગામે વિદેશી દારૂની ૨૨૪ બોટલ સાથે એકની અટક કરતી મોરબી ક્રાઇમ બ્રાંચ

વાંકાનેર તાલુકાના કણકોટ ગામે સ્મશાન પાસે મોરબી એલસીબીની ટીમે દરોડો પાડી ૨૨૪ બોટલ વિદેશી દારૂ સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ.૪૦,૫૨૫/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને વધુ કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસને સોંપ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબીની ટીમે ખાનગી બાતમીના આધારે કણકોટ ગામે ક્રિષ્ના પાન પાર્લર પાછળ દરોડો પાડ્યો હતો. જેમાં અર્જુનસિંહ ગિરિરાજસિંહ ઝાલા ઉવ.૨૪ રહે. કણકોટ તા.વાંકાનેર વાળાના કબજામાંથી વિદેશી દારૂની ૭૫૦એમએલ.ની ૨૨ બોટલ તથા ૧૮૦એમએલ.ની ૨૦૨ એમ કુલ ૨૨૪ બોટલ કિ.રૂ.૪૦,૫૨૫/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. હાલ એલસીબી ટીમે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી સબબ વાંકાનેર તાલુકા પોલીસ મથકે સોંપી આપેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!