Tuesday, June 23, 2026
HomeGujaratહળવદ ગ્રામ્યમાં સગીરાના અપહરણની ફરિયાદ, યુવક સામે ગુનો નોંધાયો

હળવદ ગ્રામ્યમાં સગીરાના અપહરણની ફરિયાદ, યુવક સામે ગુનો નોંધાયો

પ્રેમસંબંધ બાદ લગ્નની લાલચે ભગાડી ગયો હોવાની આશંકા: પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના એક ગામની ૧૬ વર્ષીય સગીરાને અપહરણ કરી લઈ જવાના મામલે યુવક સામે ગુનો નોંધાયો છે. અગાઉ બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની માહિતી સામે આવી છે. હાલ સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૩૭(૨) હેઠળ ગુનો નોંધી બંનેની શોધખોળ શરૂ કરી છે.

હળવદ તાલુકાના ગ્રામ્યમાં રહેતા પરિવારે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની ૧૬ વર્ષીય સગીર પુત્રી થોડા દિવસો પહેલા સંબંધીના ઘરે રહેતી હતી. ત્યારે ગત તા.૧૬ જૂનની વહેલી સવારે તે કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. જેથી પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. તપાસ દરમિયાન અગાઉ સગીરા અને સુખપર શક્તિનગરના અજય હેમુભાઈ સીસા વચ્ચે પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન યુવક પણ ઘરેથી ગાયબ હોવાનું જાણવા મળતા હાલ સગીરાના પિતા દ્વારા હળવદ પોલીસ મથકમાં આરોપી અજય હેમુભાઈ સીસા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી બંનેની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!