મોરબી: આગામી મહોરમ અને તાજિયા પર્વને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા માટે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં નગર દરવાજાથી દરબારગઢ સુધી ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. પેટ્રોલિંગમાં મોરબી પોલીસના આશરે ૮૦ જેટલા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.
મોરબી શહેરમાં આગામી મહોરમ અને તાજિયા પર્વને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ માથક વિસ્તારમાં વિશેષ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ નગર દરવાજાથી શરૂ થઈ દરબારગઢ સુધી યોજાયું હતું. આ ફૂટ પેટ્રોલિંગમાં વિવિધ મોરબી પોલીસના આશરે ૮૦ જેટલા પોલીસ જવાનો જોડાયા હતા. પોલીસ દ્વારા મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી લોકોને શાંતિ અને કાયદાનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.
આ તકે ડીવાયએસપીના જણાવ્યા મુજબ તાજિયા પર્વ દરમિયાન શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને અંદાજે ૧૦૦ જેટલા પોલીસકર્મીઓને વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવશે. તહેવાર શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં ઉજવાય તે માટે પોલીસ વિભાગ દ્વારા જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.






