મોરબીમાં માધાપરના ઝાંપા પાસે જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. સીટી એ ડિવિઝન પોલીસે રૂ.૬,૧૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
મોરબી શહેરના માધાપરના ઝાંપા વિસ્તારમાં જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારિત જુગાર રમતા કાનજીભાઈ રામજીભાઈ અજાભાઈ પરમાર ઉવ.૫૫ રહે. ગોકુલનગર શેરી નં. ૮ મોરબી, પરસોતમભાઈ દેવરાજભાઈ ડાભી ઉવ.૬૪ રહે. માધાપર શેરી નં.૨ મોરબી, સલીમભાઈ ઓસ્માણભાઈ દલ ઉવ.૪૯ રહે.વીશીપરા કુલીનગર શેરી નં.૧ મોરબી તથા ચંદ્રેશભાઈ અશોકભાઈ મગનલાલ જોષી ઉવ.૪૦ રહે. મહેન્દ્રપરા શેરી નં.૩ મોરબી વાળાને રોકડા રૂ.૬,૧૦૦/-સાથે રંગેહાથ ઝડપી લેવાયા હતા. હાલ પોલીસે પકડાયેલ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






