Friday, July 3, 2026
HomeGujaratબેલા ચોકડી નજીક ટેન્કરની હડફેટે એક્ટિવા ચાલકનું સારવારમાં મોત, એક ઘાયલ

બેલા ચોકડી નજીક ટેન્કરની હડફેટે એક્ટિવા ચાલકનું સારવારમાં મોત, એક ઘાયલ

નાસ્તો લેવા જતી વખતે સર્જાયો અકસ્માત, ટેન્કર ચાલક સામે ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

મોરબીના બેલા ચોકડી નજીક એકટીવા સવાર બે મિત્રોને અજસ્માત નડ્યો હતો, જેમાં આઇસર ટેન્કરે એકટીવા મોપેડને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક્ટિવા ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા મિત્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ અકસ્માતના બનાવ અંગે તાલુકા પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

અકસ્માત અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીમાં ભળીયાદ કાંટા નજીક જવાહર સોસાયટીમાં રહેતા મનસુખભાઇ ધનજીભાઈ ઉર્ફે ધનાભાઈ ભંખોડીયાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, મોરબી તાલુકાના બેલા ચોકડી નજીક ૩૦ જૂનની મોડી રાત્રે ફરિયાદીના ભાઈ ભુપેન્દ્રભાઈ અને તેમના મિત્ર દેવજીભાઈ બંને મિત્રો કારખાનેથી નાસ્તો લેવા માટે એક્ટિવા રજી.નં. જીજે-૩૬-એએમ-૦૯૭૯ ઉપર જઈ રહ્યા હતા. ત્યારે બેલા ચોકડી નજીક પહોંચતા ટાટા આઇશર ટેન્કર નં. જીજે-૩૬-વી-૦૭૩૫ના ચાલકે ગફલતભરી અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી એક્ટિવાને હડફેટે લીધુ હતું. અકસ્માતમાં એક્ટિવા ચલાવતા ફરિયાદીના નાનાભાઈ ભુપેન્દ્રભાઈ ધનજીભાઈ ઉર્ફે ધનાભાઈ ભંખોડીયા ઉવ.૪૪ રહે. રોટરીનગર લક્ષ્મીનગર ગામ તા.જી.મોરબી વાળા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે તેમની પાછળ બેઠેલા દેવજીભાઈ બચુભાઈ સંઘાણી ઉવ.૬૦ રહે. બેલા ગામ વાળાને માથામાં તેમજ હાથ અને પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી.

બંનેને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ભુપેન્દ્રભાઈને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. હાલ મીરબી તાલુકા પોલીસે મૃતકના ભાઈ મનસુખભાઈ ભંખોડીયાની ફરિયાદના આધારે આરોપી ટેન્કર ચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!