Saturday, July 4, 2026
HomeGujaratમોરબીમાં મનપાની ફૂડ શાખાની તવાઈ, ૫૬ ખાણી-પીણીની દુકાનોમાં ચેકિંગ

મોરબીમાં મનપાની ફૂડ શાખાની તવાઈ, ૫૬ ખાણી-પીણીની દુકાનોમાં ચેકિંગ

એક્સપાયરી ડેટ વગરના અને વાસી ખાદ્યપદાર્થો ઝડપાયા, ૪૩ વેપારીઓને નોટિસ ફટકારી કડક ચેતવણી.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરની ૫૬ ખાણી-પીણી અને ફરસાણની દુકાનોમાં સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક્સપાયરી ડેટ વગરના અને અખાદ્ય ખાદ્યપદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે ૪૩ વેપારીઓને વિવિધ અનિયમિતતાઓ બદલ નોટિસ પાઠવવામાં આવી છે.

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં ખાણી-પીણી અને ફરસાણની પેઢીઓમાં ફૂડ સેફટી ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. કુલ ૫૬ વેપારી એકમોની તપાસ દરમિયાન અનેક સ્થળોએ વાસી અને નિયમોનું પાલન ન કરતા ખાદ્યપદાર્થો મળી આવ્યા હતા. તપાસ દરમિયાન અમૂલ ડેરી ફાર્મમાંથી લાઇસન્સ નંબર વગરના બેક્ટેરિયલ કલ્ચરના પેકેટ, પ્રકાશ બેકરીમાંથી એક્સપાયરી ડેટ વગરનો બ્રેડ પાઉ, વજુભાઈ બ્રેડવાળા અને લાલજીભાઈ બ્રેડવાળાની દુકાનમાંથી એક્સપાયરી ડેટ વગરની બ્રેડ તેમજ ટુડે બેકરીમાંથી એક્સપાયરી ડેટ વગરના ટોસ્ટ અને આઇસક્રીમનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

ઉપરાંત રોયલ સુપરમાર્કેટમાંથી સમયમર્યાદા પૂર્ણ થયેલા ખાદ્યપદાર્થોનો પણ નાશ કરાયો હતો. આ ઉપરાંત ફૂડ શાખાએ હાઈજીન, ફૂડ લાઇસન્સ અને વાસી તથા અખાદ્ય ખોરાક સંબંધિત નિયમોના ભંગ બદલ કુલ ૪૩ વેપારીઓને નોટિસ પાઠવી હતી. મહાનગરપાલિકાએ વેપારીઓને ચેતવણી આપી છે કે આગામી સમયમાં પણ વધુ કડક ફૂડ ચેકિંગ અભિયાન ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!