મોરબી મહાનગરપાલિકાએ આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી શહેરીજનોની સુવિધા માટે ૨૪ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કર્યુ છે. વરસાદ સંબંધિત કોઈપણ ફરિયાદ માટે નાગરિકો ફોન નંબર 02822-220552 અને 02822-220553 પર સંપર્ક કરી શકશે.
મોરબી મહાનગરપાલિકાએ આગામી મોન્સૂન સિઝન દરમિયાન વરસાદજન્ય પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ૨૪ કલાક કાર્યરત કંટ્રોલ રૂમની વ્યવસ્થા શરૂ કરી છે. શહેરીજનોને વરસાદ સંબંધિત કોઈપણ ફરિયાદ કે આપાતકાલીન પરિસ્થિતિ અંગે તાત્કાલિક સહાય મેળવવા માટે કંટ્રોલ રૂમના ફોન નંબર 02822-220552 અને 02822-220553 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. મહાપાલિકાએ નાગરિકોની સુખાકારી અને ઝડપી ઇમરજન્સી સેવા સુનિશ્ચિત કરવા આ સુવિધાનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.






