Sunday, July 5, 2026
HomeGujaratમોરબી-૨માં અગાઉની બોલાચાલીનો ખાર રાખી યુવક પર પિતા-પુત્રનો હુમલો

મોરબી-૨માં અગાઉની બોલાચાલીનો ખાર રાખી યુવક પર પિતા-પુત્રનો હુમલો

મોરબીના વેજીટેબલ રોડ વિસ્તારમાં અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી પિતા-પુત્રે એક યુવક પર બકલ અને ઈંટ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ સ્થિત ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા જગદીશભાઈ ધીરુભાઈ રેણુકા ઉવ.૨૫એ નોંધાવેલી ફરિયાદ મુજબ, શિવધારા સોસાયટી પાસેની દુકાન બહાર બેઠા હતા ત્યારે અગાઉ જેની સાથે બોલાચાલી થઈ હતી તે આરોપી દિલીપભાઈ બાવાજી રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી વાળો તેમની સાથે ગાળો બોલવા લાગ્યા હતો. જેથી ગાળો આપવાની ના પાડતા આરોપી દિલીપભાઈએ ગાડીના પટ્ટા ટાઇટ કરવાના બકલ વડે આરોપી જગદીશભાઈને બંને પગ, હાથ અને હોઠ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન આરોપજ દિલીપભાઈનો પુત્ર આરોપી રાજુ દિલીપભાઈ બાવાજીએ ઈંટના કટકા વડે જગદીશભાઈને માથામાં ઇજા પહોંચાડી હતી. બાદમાં બંનેએ ઢીકાપાટુનો માર મારી જાનથી પતાવી દેવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યા ગયા હતા.

જે બાદ ઇજાગ્રસ્ત જગદીશભાઈને પ્રથમ મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. હાલ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે આરોપી પિતા-પુત્ર સામે ભારતીય ન્યાય સંહિતા તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!