મોરબી તાલુકા પોલીસે ચોરાયેલ અંજના કાર્ડ અને ઇકો કાર સહિત રૂ. ૨.૩૩ લાખનો મુદ્દામાલ કર્યો કબજે.
મોરબી તાલુકાના ઘુંટુ ગામે ઇન્ડસ કંપનીના મોબાઇલ ટાવર પરથી અંજના કાર્ડ સહિતના સાધનોની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ચોરીમાં ગયેલો રૂ.૮૩,૬૧૬/- તથા ચોરી કરવા ઉપયોગમાં લીધેલ ઈકો કાર સહિત કુલ રૂ.૨.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઇન્ડસ કંપનીના મોબાઇલ ટાવરમાંથી અંજના કાર્ડ (રીમોટ રેડિયો યુનિટ) સહિતના સાધનોની ચોરીના ગુનાનો સર્વેલન્સ ભેદ ઉકેલ્યો છે. જીલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ માહિતીના આધારે કાર્યવાહી કરી મોરબી તાલુકાના નીચી માંડલથી વાંકડા જવાના રસ્તા પર ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં પીન્ટુભાઈ ભરતભાઈ સોલંકી રહે. નગરા તા. વઢવાણ, રાહુલકુમાર ટીકમસિંહ રહે. આદિપુર કચ્છ મૂળ ઉત્તર પ્રદેશ અને કપીલ છુટ્ટનસિંહ મૂળ ઉત્તર પ્રદેશ વાળા પાસેથી ચોરી થયેલા બે અંજના કાર્ડ (રીમોટ રેડિયો યુનિટ) તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ઇકો કાર રજી.નં. જીજે-૧૩-સીએ-૩૯૩૨ મળી કુલ રૂ.૨,૩૩,૬૧૩/-નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






