Sunday, July 5, 2026
HomeGujaratવાંકાનેરના સતાપર ગામે જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સ ઝડપાયા

વાંકાનેરના સતાપર ગામે જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સ ઝડપાયા

પોલીસે રોકડા રૂ.૩૦,૮૦૦/- સહિતનો મુદામાલ કબજે કર્યો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાં જાહેરમાં ગંજીપત્તાના પાનાં વડે જુગાર રમતા આઠ શખ્સોને વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૩૦,૮૦૦/- સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે સતાપર ગામની આથમણી કરાર સીમમાં હેમાભાઈ કાળાભાઈની વાડી પાસે કેટલાક શખ્સો જાહેરમાં ગંજીપત્તાના પાનાં વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે દરોડો પાડી આરોપી છનાભાઇ જેમાભાઈ ડાભી રહે. સતાપર ગામ તા. વાંકાનેર, સુરેશભાઈ નાગજીભાઈ ગણાદીયા રહે. સતાપર ગામ તા.વાંકાનેર, નવધણભાઇ ઉર્ફે ગોવિંદ ગોરધનભાઇ ગણાદીયા રહે.સતાપર ગામ તા.વાંકાનેર, હિતેશભાઇ જીવરાજભાઈ ધાડવી રહે.વિનયગઢ તા.વાંકાનેર, હેમાભાઈ કાળાભાઈ ધરજીયા રહે.સતાપર તા.વાંકાનેર, હકાભાઇ કેશભાઇ ગણાદીયા રહે.સતાપર તા. વાંકાનેર, વેરશીભાઇ તેજાભાઇ મકવાણા રહે.વિનયગઢ તા.વાંકાનેર તથા નવઘણભાઇ ચોથાભાઇ રાઠોડ રહે વિનયગઢ તા.વાંકાનેર વાળાને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૩૦,૮૦૦/- સહિતનો મુદામાલ કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!