Monday, July 6, 2026
HomeGujaratમોરબી જલારામ ધામના નિઃશુલ્ક નેત્રમણી કેમ્પમાં ૨૧૫ દર્દીઓએ લીધો લાભ, ૮૩ દર્દીઓ...

મોરબી જલારામ ધામના નિઃશુલ્ક નેત્રમણી કેમ્પમાં ૨૧૫ દર્દીઓએ લીધો લાભ, ૮૩ દર્દીઓ ઓપરેશન માટે રાજકોટ રવાના

એક્યુરેટ મેટલ્સ પરિવારના સહયોગથી યોજાયેલા ૫૮મા કેમ્પમાં નિઃશુલ્ક નિદાન અને સારવાર: અત્યાર સુધી ૧૬,૧૫૯ લોકોનું નિદાન.

- Advertisement -
- Advertisement -

મોરબીના જલારામ ધામ ખાતે એક્યુરેટ મેટલ્સ પરિવારના સહયોગથી યોજાયેલા નિઃશુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં ૨૧૫ દર્દીઓએ લાભ લીધો હતો. તેમાં ૮૩ દર્દીઓને નિઃશુલ્ક નેત્રમણીના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા.

શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે દર મહિનાની ૪ તારીખે યોજાતા નેત્રમણી કેમ્પ અંતર્ગત તા. ૪ જુલાઈએ ૫૮મો કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં નિષ્ણાત તબીબોએ દર્દીઓની આંખોની તપાસ કરી હતી અને જરૂરિયાતમંદ ૮૩ દર્દીઓને નિઃશુલ્ક નેત્રમણીના ઓપરેશન માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા.

સંસ્થાના જણાવ્યા મુજબ અત્યાર સુધી યોજાયેલા ૫૮ કેમ્પમાં કુલ ૧૬,૧૫૯ દર્દીઓનું વિનામૂલ્યે નિદાન કરવામાં આવ્યું છે, જ્યારે ૭,૪૦૧થી વધુ દર્દીઓને નિઃશુલ્ક નેત્રમણીના ઓપરેશન માટે લાભ અપાયો છે. કેમ્પને સફળ બનાવવા જલારામ સેવા મંડળ, મહિલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. આગામી સમયમાં પણ દર મહિનાની ૪ તારીખે આ નિઃશુલ્ક નેત્રમણી કેમ્પનું આયોજન યથાવત રહેશે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!