મોરબીની ક્રિષ્ના હોસ્પિટલના હોસ્ટેલ રૂમમાં રહેતી મૂળ દાહોદ જીલ્લાની ૨૦ વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બનાવ અંગે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે અ.મોત નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબીની શનાળા રોડ સ્થિત ક્રિષ્ના હોસ્પિટલના ત્રીજા માળે આવેલા હોસ્ટેલ રૂમમાં રહેતી અને હોસ્પિટલમાં નોકરી કરતી મૂળ દાહોદ જીલ્લાના બોડાડુંગર તાલુકાના તળ ગામની નિસરતા પ્રિયંકાબેન રમેશભાઈ સવાભાઈ ઉવ.૨૦નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ મૃત્યુના બનાવ અંગે પોલીસને કરવામાં આવી હતી. આ અંગે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.






