મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં ૨૨ વર્ષીય યુવતીનું પોતાના ઘરે રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબી-૨માં મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતી ધ્રુવીબેન જગદીશભાઈ વરમોરા ઉવ.૨૨નું પોતાના ઘરે કોઈપણ કારણોસર મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. મૃતકના પિતા જગદીશભાઈ તેમને મૃત હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, જ્યાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ અંગે મોરબી પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ શરૂ કરી છે.






