Wednesday, July 8, 2026
HomeGujaratમોરબીના ‘કૃષિવ’ નું રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ હૃદયની બિમારીનું નિઃશુલ્ક સફળ...

મોરબીના ‘કૃષિવ’ નું રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ હૃદયની બિમારીનું નિઃશુલ્ક સફળ ઓપરેશન

ખાનગી હોસ્પિટલમાં લાખોનો ખર્ચ માગી લેતી જટિલ સારવાર ગુજરાત સરકારના પ્રયાસોથી બિલકુલ મફત થતાં વાલીએ સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો.

- Advertisement -
- Advertisement -

શહેરથી લઈને ગામડાના અંતિમ છેવાડાના બાળકના સુદ્રઢ સ્વાસ્થ્ય માટે કાર્યરત ગુજરાત સરકારના ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (RBSK) અંતર્ગત મોરબી જીલ્લામાં વધુ એક માસૂમ બાળકને નવજીવન મળ્યું છે. મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગરમાં રહેતા અને જન્મજાત હૃદયરોગની ગંભીર ખામી ધરાવતું બાળક કૃષિવ શક્તિપરી ગોસાઈ આ યોજનાના હેઠળ સચોટ અને નિઃશુલ્ક સારવાર મળતા તે હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે.

મોરબી જીલ્લા પંચાયતની આરોગ્ય શાખા હેઠળની આર.બી.એસ.કે. (RBSK)ની હેલ્થ ટીમ દ્વારા શાળામાં નિયમિત સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તબીબોની સતર્કતાથી બાળકના હૃદયમાં જન્મજાત તકલીફ હોવાનું ધ્યાને આવ્યું હતું. ટીમે સમય ગુમાવ્યા વિના બાળકને તુરંત વધુ તપાસ અને મૂલ્યાંકન અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યો હતો, જ્યાં બાળરોગ નિષ્ણાતે તપાસીને હૃદયની જટિલ સર્જરી માટે અમદાવાદની પ્રખ્યાત યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે જવા સલાહ આપી હતી.

સરકારની આ યોજના હેઠળ તમામ તબીબી અને અન્ય પ્રક્રિયા પૂર્ણ કરી, ગત ૨૯ એપ્રિલ, ૨૦૨૬ના રોજ યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે કૃષિવના હૃદયનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સફળ ઓપરેશન બાદ બાળકને હોસ્પિટલમાંથી સકુશળ રજા આપવામાં આવી હતી. ઓપરેશન બાદ પણ મોરબીની આર.બી.એસ.કે. ટીમ દ્વારા બાળકનો નિયમિત ફોલો-અપ લેવામાં આવી રહ્યું છે અને હાલ કૃષિવ સંપૂર્ણપણે સ્વસ્થ થઈને હસતો-ખેલતો થયો છે. સામાન્ય સંજોગોમાં ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયાનો ખર્ચ માગી લેતી આ મોંઘી સારવાર રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમને લીધે વિનામૂલ્યે થતાં કૃષિવના વાલીએ આર.બી.એસ.કે. ટીમ અને ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

RBSK યોજના હેઠળ જન્મથી લઇ ૧૮ વર્ષ સુધીના બાળકોનું સ્ક્રિનિંગ નિદાન અને સારવાર કરવામાં આવે છે. જરૂર પડ્યે બાળકને પ્રાઇમરી અને સર્જરી પ્રકારની તમામ આરોગ્ય લક્ષી સેવાઓ સત્વરે ઉપલબ્ધ કરાવવા મોબાઈલ વાન સાથે સજ્જ RBSKની ટીમ બાળકોના સ્વસ્થ આરોગ્ય માટે મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!