Wednesday, July 8, 2026
HomeGujaratપી.એમ.સ્વનિધી યોજના અંતર્ગત મોરબી મનપાની યુ.સી.ડી.શાખાએ બેંકર્સ સમિક્ષાનું આયોજન કર્યું

પી.એમ.સ્વનિધી યોજના અંતર્ગત મોરબી મનપાની યુ.સી.ડી.શાખાએ બેંકર્સ સમિક્ષાનું આયોજન કર્યું

મોરબી મહાનગરપાલિકા દ્વારા પી.એમ.સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધી (પી.એમ.સ્વનિધી યોજના) અંતર્ગત ડેપ્યુટી કમિશનર સંજયકુમાર સોનીના અધ્યક્ષ સ્થાને એક બેંકર્સ સમિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા શહેરી વિસ્તારના શેરી ફેરીયાઓ માટે રૂ.૧૫ હજારની વર્કિંગ કેપિટલ લોન બેંક મારફત આપવામાં આવે છે સાથો સાથ રૂ.૧૫ હજારની સંપૂર્ણ ભરપાઈ કર્યા બાદ રૂ.૨૫ હજારની અને રૂ.૫૦ હજારની લોન સહાય મળવાપાત્ર છે. આ યોજના અંતર્ગત વાર્ષિક ૭% સબસીડી તથા UPI પેમેન્ટ ટ્રાજેકશન દ્વરા વાર્ષિક રૂ.૧૬૦૦/- કેશબેક ની પણ જોગવાઇ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

સાથો સાથ રૂ.૨૫ હજારની લોનની ભારપાઇ કર્યા બાદ બેંક મારફત આ યોજાના અંતર્ગત રૂ.૩૦ હજારનું ક્રેડીટ કાર્ડ શહેરી શેરી ફેરીયાઓને આપાવામાં આવશે આ તકે ડેપ્યુટી કમિશનર દ્વારા મોરબી શહેરની વિવિધ બેંકો સાથે પી.એમ. સ્વનિધી યોજના અંતર્ગત પેન્ડીંગ અરજીઓનો નિકાલ લાવવા માટે સમીક્ષા કરવામાં આવી હતી જેથી શહેરી વિસ્તારમાં વધુમાં વધુ શહેરી ફેરિયાઓ આ યોજનાનો લાભ લઇ શકે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!