ટંકારા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે હીરાપર ગામ નજીક આવેલી ફલોરીમ ફેક્ટરીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ઉત્તરપ્રદેશના ઈસમને ૨ દેશી પિસ્તોલ, ૧૧ જીવતા કારતૂસ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૪૭,૨૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટંકારા પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે હીરાપર ગામ નજીક દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રાજીવસિંહ રઘુરાજસિંહ વિક્રમસિંહ રાજાવત ઉવ.૪૬ મૂળ રહેવાસી મારકુવા જીલ્લા ઝાંસી ઉત્તરપ્રદેશ અને હાલ હીરાપર ફલોરીમ ફેક્ટરીની સિક્યુરિટી ઓરડીમાં ટંકારા વાળા પાસેથી બે દેશી હાથ બનાવટની લોખંડની પિસ્તોલ, અગિયાર જીવતા કારતૂસ અને એક મોબાઇલ ફોન મળી કુલ રૂ.૪૭,૨૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ ટંકારા પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.






