હળવદ: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત હળવદ પોલીસે ‘CEIR’ પોર્ટલના ઉપયોગથી આશરે રૂ.૩,૮૦,૯૬૧/-ની કિંમતના ૧૯ ખોવાયેલા મોબાઇલ ફોન શોધી કાઢી અરજદારોને એકસાથે પોલીસ મથક બોલાવી પરત આપવામાં આવ્યા હતા.
હળવદ પોલીસ મથકના પીઆઈ આર.ટી. વ્યાસના સુપરવિઝન હેઠળ ખોવાયેલા અને ચોરાયેલા મોબાઇલ ફોન શોધવા માટે ટીમને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશનના પો.કોન્સ. યુવરાજસિંહ નિરુભા જાડેજાએ ‘CEIR’ પોર્ટલમાં એન્ટ્રી કરી સતત મોનિટરિંગ અને ટેકનિકલ વર્કઆઉટ કર્યું હતું. ત્યારે બીટ અને આઉટ પોસ્ટ સ્ટાફની જહેમતથી કુલ ૧૯ મોબાઇલ ફોન કિ.રૂ.૩,૮૦,૯૬૧/-ને શોધી કાઢવામાં સફળતા મળી હતી. પોલીસે તમામ મોબાઇલ તેમના મૂળ માલિકોને પરત સોંપતા અરજદારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. હળવદ પોલીસે આ કામગીરી કરી “પોલીસ પ્રજાની મિત્ર છે”નું સૂત્રને સાર્થક કર્યું છે.






