Thursday, July 9, 2026
HomeGujaratહળવદના ઘણાંદ ગામે દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપાઈ સાથે એકની અટકાયત

હળવદના ઘણાંદ ગામે દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપાઈ સાથે એકની અટકાયત

હળવદ પોલીસે ઘણાંદ ગામની સીમમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી પાડી હતી. આ સાથે પોલીસે સ્થળ પરથી તૈયાર દેશી દારૂ, ગરમ આથો તથા દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી સહિતના મુદ્દામાલ સાથે ભઠ્ઠી સંચાલક એવા ગોપાલગઢના એક શખ્સની અટકાયત કરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે હળવદ તાલુકાના ઘણાંદ ગામની સીમમાં હોકળા પાસે બાવળની કાંટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં સ્થળ પર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ હાલતમાં મળી આવી હતી. દરોડા દરમિયાન ૫૦ લીટર ગરમ આથો, ૧૦ લીટર તૈયાર દેશી દારૂ તેમજ દારૂ બનાવવામાં વપરાતા સાધનો મળી કુલ રૂ.૩,૩૫૦/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો, આ સાથે આરોપી સવજી ઉર્ફે સવો ગોરધનભાઈ કોળી રહે. ગોપાલગઢ તા.ધ્રાંગધ્રા વાળો રેઇડ દરમિયાન હાજર નહિ માલી આવતા તેને ફરાર દર્શાવી હળવદ પોલીસે આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!