Friday, July 10, 2026
HomeGujaratજુના સાદુળકા નજીક કારખાના બહાર પાર્ક કરેલ સ્પ્લેન્ડર બાઈકની ચોરી

જુના સાદુળકા નજીક કારખાના બહાર પાર્ક કરેલ સ્પ્લેન્ડર બાઈકની ચોરી

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાં આવેલા લેમીકોન વૂડલેન્ડ કારખાના બહાર પાર્ક કરાયેલ રૂ.૭૦ હજાર કિંમતનું હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઈ ગયા અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જીલ્લાના બાડકુવા ગામના વતની અને હાલ જુના સાદુળકા ગામની સીમમાં આવેલા લેમીકોન વૂડલેન્ડ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા ખીમરાજભાઈ વેશીયા મેડા ઉવ.૩૨એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે પોતાનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજી. એમપી-૪૫-ઝેડએલ-૧૮૮૫ ગત તા.૨૮/૦૬ના રોજ કારખાનાના ગેટ બહાર પાર્ક કર્યું હતું. જે બીજા દિવસે સવારે ઉપરોક્ત બાઈક કોઈ ચોરી કરી લઈ ગયું હતું. જેથી ફરિયાદીએ આસપાસ અને મોરબીના વિવિધ વિસ્તારોમાં શોધખોળ કરી હતી, પરંતુ બાઇકની કોઈ ભાળ મળી નહોતી. જેથી પ્રથમ ઈ-એફઆઈઆર નોંધાવ્યા બાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ મોરબી તાલુકા પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર સામે ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!