Friday, July 10, 2026
HomeGujaratવાંકાનેરમાં પ્રતિબંધિત ગ્લુ-ટ્રેપનું વેચાણ કરતા દુકાનદાર સામે કાર્યવાહી

વાંકાનેરમાં પ્રતિબંધિત ગ્લુ-ટ્રેપનું વેચાણ કરતા દુકાનદાર સામે કાર્યવાહી

સુહાના ટ્રેડર્સમાંથી ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ-ટ્રેપ મળી આવતા જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસે આવેલી સુહાના ટ્રેડર્સ નામની દુકાનમાંથી પ્રતિબંધિત ગ્લુ-ટ્રેપનું વેચાણ થતું હોવાનું સામે આવતા પોલીસે વેપારી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા જીનપરા જકાતનાકા પાસે આવેલા ગોલ્ડન પોઇન્ટ કોમ્પ્લેક્ષમાં આવેલી સુહાના ટ્રેડર્સમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન દુકાનમાંથી પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ (ગ્લુ-ટ્રેપ)ના સાત નંગ કિ.રૂ.૨૧૦ વેચાણ માટે રાખેલા મળી આવ્યા હતા. આ સાથે પોલીસે દુકાનના માલિક મકબુલભાઈ વલીમામદભાઈ માથકીયા રહે. રાતીદેવડી તા. વાંકાનેર વાળા સામે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!