મોરબી તાલુકાના જેતપર ગામ નજીક કારખાનાની લેબર કોલોનીના રૂમમાં સુતેલા ૨૫ વર્ષીય શ્રમિકને ઝેરી સાપ કરડતા તેનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે અ.મોતની નોંધ કરી છે.
મોરબીના જેતપર ગામે ઈ-ટાઇલ્સ કંપનીમાં રહેતા સનોજભાઇ નગીનાભાઇ યાદવ ઉવ.૨૫ ગઈકાલ તા.૦૯/૦૭ના રોજ રાત્રીના દોઢ વાગ્યાની આસપાસ ઇ ટાઇલ્સ કંપની જેતપરથી ગાળા જતા રોડ ઉપર કંપનીમાં સુતો હતો ત્યારે ઝેરી સાપ કરડતા મૃત હાલતમાં તેને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ સ્થળ ઉપર પહોચી મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.






