મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલી ઝીલટોપ સિરામિકની મજૂર કોલોનીમાં ૨૩ વર્ષીય શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ મામલે પોલીસે અ.મોત રજીસ્ટર કરી આપઘાત અંગેના કારણોની તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના જુના ઘુંટુ રોડ પર આવેલી ઝીલટોપ સિરામિકની મજૂર કોલોનીમાં રહેતા બિજેન્દ્રસિંહ નારાયણસિંહ ઉવ.૨૩ ગઈકાલ તા.૦૯/૦૭ના રોજ રાત્રે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ જોઈ તપાસી તેઓને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી લાશનું ઇન્ક્વેસ્ટ ભરવાની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.






