Saturday, July 11, 2026
HomeGujaratમોરબીના સામૂહિક દુષ્કર્મ કેસનો મુખ્ય આરોપી ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો

મોરબીના સામૂહિક દુષ્કર્મ કેસનો મુખ્ય આરોપી ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો

પરપ્રાંતીય ખેત મજૂરોને ટાર્ગેટ કરતી દેવીપુજક ગેંગના ફરાર મુખ્ય આરોપીને ધ્રોલ-ભાદરા પાટીયા નજીકથી ઝડપી લેવાયો.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના જેતપર અને ચકમપર ગામની સીમમાં બનેલા બે સામૂહિક દુષ્કર્મના ગંભીર ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી દિનેશભાઈ મધુભાઈ જખાણીયાને એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડ્યો છે. આરોપી લાંબા સમયથી ફરાર હતો અને તેની સામે અગાઉ પણ સામુહિક દુષ્કર્મ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

મોરબી તાલુકાના જેતપર અને ચકમપર ગામની સીમમાં ૪અને ૬ જૂનના રોજ બનેલા બે અલગ-અલગ સામૂહિક દુષ્કર્મના બનાવોએ સમગ્ર જીલ્લામાં ચકચાર મચાવી હતી. આરોપીઓએ રાત્રિના સમયે ખેતરમાં રહેતા પરપ્રાંતીય ખેત મજૂરોને નિશાન બનાવી લૂંટના ઇરાદે હુમલો કર્યો હતો. દાગીના ન મળતાં બે મહિલાઓ સાથે તેમના પતિની હાજરીમાં સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારે આ ગંભીર ગુનામાં અગાઉ ત્રણ આરોપીઓ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે મુખ્ય આરોપી દિનેશભાઈ મધુભાઈ જખાણીયા ફરાર હતો.

ગુનાની ગંભીરતાને લઈને પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડિયા અને જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડે ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સિસ અને ખાનગી બાતમીના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે આરોપી દિનેશ જખાણીયા ધ્રોલથી ભાદરા પાટીયા થઈ આમરણ તરફ મોટરસાયકલ જીજે-૩૬-એબી-૫૬૯૪ ઉપર આવી રહ્યો છે. જે બાતમીને આધારે ગોઠવાયેલા વોચ દરમિયાન પોલીસે તેને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ સાથે ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસને સોંપ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી મોબાઇલ ફોન કિ.રૂ.૫ હજાર અને રૂ.૧૫ હજારની કિંમતનું બાઈક સહિત કુલ રૂ.૨૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી સામે અગાઉ પણ મોરબી તાલુકા પોલીસ મથક, વાંકાનેર તાલુકા અને ધ્રાંગધ્રા પોલીસ મથકમાં બળાત્કાર, લૂંટ અને અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સાથે મોરબી જીલ્લા પોલીસે ખેડૂતો અને ગ્રામજનોને પરપ્રાંતીય મજૂરો માટે સુરક્ષિત રહેઠાણ, સીસીટીવી અને રાત્રિ સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવાની અપીલ કરી છે, જેથી ભવિષ્યમાં આવા ગંભીર ગુનાઓ અટકાવી શકાય.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!